ખુદ હરિ આવે મુજ દ્વારે એવો ક્યારે સૂરજ ઉગે.!
આવીને એ મને જ સંભારે એવો ક્યારે સૂરજ ઉગે..!
અંતરની છે ઝંખના મારી હરિવર ધ્યાને લેવી ઘટે,
હરિવર નામ મારું ઉચ્ચારે એવો ક્યારે સૂરજ ઉગે..!
ઉરમાં રહી છે તડપન મબલખ હરિના દર્શન કાજે,
દોડીને સ્વાગતના વિચારે એવો ક્યારે સૂરજ ઉગે..!
કરી પદપ્રક્ષાલન નયનનીરથી વારી જાઉં હું વ્હાલા,
વરદ હસ્ત ફરતો મુજ શિરે એવો ક્યારે સૂરજ ઉગે..!
પ્રેમ પકવાન પરમેશને પીરસું આરોગોને અવિનાશી,
વિંઝું વિંઝણો શીત સમીરે એવો ક્યારે સૂરજ ઉગે..!
કરી આરતી હું તો એવું વરદાન માંગું જે મંગલકારી,
અંતસમે તને જોઈ નૈન ઠરે એવો ક્યારે સૂરજ ઉગે..!
ચૈતન્ય જોષી. ' દીપક' પોરબંદર.