નિંદરાણીને કહો
નિંદરાણીને મનાવી કહો જરા રોકાઈ જાય
વ્હાલમને કહો જરા ઉતાવળે પધારી જાય
રાત તો ધણી થોડી એ નહીં રોકાઈ જાય
વાત બન્નેના દિલોની કહેવી રહી ના જાય
આંખો આંખોમાં વાતોની મોસમ ના જાય
અધરો ઉપર પ્રેમની વસંત વહેતી ના જાય
મળેલ સોનેરી અવસર હાથે સરી ના જાય
ઘડીકમાં સૂર્યનો ઉદય ગગને થઈ ના જાય
મિલનની તૃષ્ણા અતૃપ્ત દિલે રહી ના જાય
પ્રેમે ના મળ્યાનો વસવસો ખટકી ના જાય
“મેહુલ”
સુભાષ ઉપાધ્યાય