ના લાચાર હોવી જોઈએ, ના શર્મશાર હોવી જોઈએ,
જિંદગી તો બસ ખુબસુરત ને, મજેદાર હોવી જોઈએ.
શક્ય છે, ક્યારેક પડે ધુવાંધાર દુઃખો ના ધોધ જાત પર,
એને જીલી લે જીગર થી, એવી જોરદાર હોવી જોઈએ.
ઈર્ષા ની આગમાં, ભલે જલી ને રાખ થઈ જાય જલનારા,
જ્યારે જુવો ત્યારે ખીલીખીલી સદાબહાર હોવી જોઈએ.
જુવાનીમાં જલસા નહી કરો તો , બૂઢાપા માં શું ઉકાળશો ?
થોડી સનસનાટી સાથે સાથે, થોડી ચકચાર હોવી જોઈએ,
જો બંધીયાર રહેશે તો બદબુ મારી જશે એક ના એક દિવસ,
બે કાંઠે વહેતી નદી જેવી, નટખટ ને રમતિયાળ હોવી જોઈએ.
સુતા જ રહેવું હોય શાંતિથી, તો પહોંચી જ જો સ્મશાન માં ,
અહીંયા તો ધૂમ ધડાકા સાથે થોડી ધમાકેદાર હોવી જોઈએ.
"મિત્ર", મૃત્યુ પછી ભલે કોઈ યાદ કરે કે ના કરે, કોઈ ગમ નથી,
યાદ આવે ને ઊંઘ ઉડી જાય, એવી અસરદાર હોવી જોઈએ.
🌹🌹