વ્યસ્ત જીવનમાં પણ તમને બોલાવવા આવ્યો છું,
સાથે રહેજો એમ તમને કહેવાં આવ્યો છું,
જીવનની કાચી એક બે ક્ષણોમાં,
સાથ આપજો તો સાથે રહેવા આવ્યો છું,
સુંદર સ્વભાવ અને સુંદર વાણીથી,
વાતો કરશો એમ સામેથી બોલવા આવ્યો છું,
મંજીલ મળે કે ના મળે રાહમાં,
રસ્તાઓ પર ચાલચો તો સાથે ચાલવા આવ્યો છું,
વ્યસ્ત જીવનમાં પણ તમને બોલાવવા આવ્યો છું,
સાથે રહેજો એમ તમને કહેવાં આવ્યો છું..
મનોજ નાવડીયા