જુઓને ઓલો ક્યાં ભટકે?
સાદ કરું છું ને ના સાંભળે
ભટકતો એ ભમરાળા જેવો
ગુલાબ જોવા એ અટકે
જુઓને ઓલો ક્યાં ભટકે?
યાદ કરું એનું પણ બચપન
પહેરી લે એ મારું અચકન
ભોળો લાગતો બાળપણમાં એ
યુવા વયે પણ રહેતું બચપન!
જુઓને ઓલો ક્યાં ભટકે?
સાદ કરું છું ને એ ના સાંભળે..
- કૌશિક દવે
-Kaushik Dave