હરિ તારામાં રહીએ મશગૂલ અમે.
ના કરતા ચર્ચા કશીએ ફિઝૂલ અમે.
ઉપકાર તારા અબ્ધિવાસી અઢળક,
ના ચૂકવી શકનારાં એનાં મૂલ અમે.
સંસારની આંટીઘૂંટી હોય અટપટીને,
તોય તારા નામે સાવ હળવાફૂલ અમે.
ચૂંટીચૂંટીને તું હરિવર અપનાવજે કદી,
તારા જીવનબાગનાં ખિલતાં ગુલ અમે.
આમ તો હસ્તિ અમારી નહિવત લાગે,
તારા થકી જ રહેનારા પાવરફૂલ અમે.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.