હરિ તારા બગીચાનાં ફૂલો અમે.
માનવ થઈને કરનારા ભૂલો અમે.
હરિ તારું હેત હોય સૌથી સવાયું,
કરીએ એકરાર સદા ખુલ્લો અમે.
હોય તારાં નયનથી નેહ નીતરતોને,
તેથી જ સહી શકતાં જગશૂલો અમે.
અંતરની અમીરાત તારી અદભુત,
પામીએ પ્રેમ તારો હરિ અમૂલો અમે.
અમારે હરિવર તું જ છે સર્વસ્વ,
તું જ અમારે મન રાજા દૂલો અમે.
અપરાધી છીએ માફ કરવા ઘટેને,
ગુનાનો કરતા હરિ બચાવ લૂલો અમે.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર