મળ્યું છે માનવજીવન ચાલો શણગારીએ.
કરી કામક્રોધાદિ શમન ચાલો શણગારીએ.
" નથી નથી "ના નારાઓ છોડી દઈએ હવે,
થયું છે પૃથ્વીમાં આગમન ચાલો શણગારીએ.
જે મળ્યું છે એને મબલખ માનીને જીવીએ,
ન મળ્યાની ઠારીને અગન ચાલો શણગારીએ.
સત્કૃત્યોનું પાથેય સાથમાં લઈએ પથ કાપીએ,
ગંગાનીર સમું રાખીને મન ચાલો શણગારીએ.
માફ કરી દઈએને માફી કોઈની માંગી પણ લઈએ,
પરમેશ પરખીએ જનેજન ચાલો શણગારીએ.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.