મા જોગમાયા આશામાં
આશામાં લાગે જગદંબા માત,
ભજે ભોળા શિવને દિન રાત.
અનુષ્ઠાન બેસે મા નવ નવ માસ,
મા ને ભાલે ઉગ્યો તેજ પ્રકાશ.
ભજન કીર્તનમાં થાય મા ની પ્રભાત,
મા શરણે આવે જયા સાધુની જમાત.
ભક્તો ને મા પિરસે પ્રસાદનો થાળ,
મા જોગમાયા લે બાલુડા ની સંભાળ.
પાવન થઈ ગયો મા મીયાણી ગામ,
અમર રાખ્યા મા ક્ષત્રિય કુળના નામ.
કરે નર મા તમ ચરણોમાં શિશ વંદન,
જીવનમાં રહે મારા ભક્તિ ને ભજન
નારાણજી જાડેજા ( ગઢશીશા)
નર
મુન્દ્રા