મિલન રહી ગયું અધુરૂં જશે દિવસો કેમ જુદાઇના?
કહી દો શત્રુઓને કે એ ના રેલાવે સૂર શરણાઈના;
પ્રેમ હતો આપણી વચ્ચે જ્યારે એક સરખો જ પ્રિયે,
તો મારા ભાગે જ કેમ આવ્યા આ દિવસો તન્હાઈના?
જો મઝધારે લાવી નાવડી ડૂબાડી દે ખૂદ મહેરામણ,
તો એમાં કોઈ દોષ ઓલા કિનારાનો તો કહેવાય ના;
લાગે છે શબનમ પણ આજ રોઈ હશે ધ્રુસકે ધ્રુસકે,
એના વિના પર્ણે પર્ણે ઝાકળ બિંદુ આમ વેરાય ના;
કોણ આવી પાથરી ગયું છે કબર ઉપર ફુલો "વ્યોમ"?
એમ ને એમ તો કોઇ પગલાં સ્મશાનમાં છપાય ના;
...© વિનોદ.મો.સોલંકી"વ્યોમ"
GETCO (GEB)
મુ. રાપર, હાલ - આદિપુર (કચ્છ)