"હિસાબ ને કિતાબ"
હિસાબ ને કિતાબ નો સરવાળો નથી હોતો,
મળે સાચો સરવાળો એવો સંગ નથી હોતો!
હોય છે ગુણાકાર ની નિશાની હિસાબમાં,
પણ કિતાબ માં કોઈ એનો તર્જ નથી હોતો!
લખ્યું હોય,માંડ્યું હોય,
હિસાબમાં એનો સરવાળો નથી હોતો,
વાચેલી કિતાબ ની અમૃતમાળામાં તે બાદ નથી હોતો!
હિસાબ રૂપી ડાયરીના,પાનાઓમાં ભાંગાકાર નથી હોતો,
અઢળક કથાઓથી ભરેલી કિતાબમાં ગુણાકાર નથી હોતો!
ખોવાયેલું રેહતું હોય જેનું ચીત સદા,હિસાબોની ડાયરીઓમાં,
એવા ચીત ધારી વ્યકિતના,કિતાબોના પાનાઓમાં,
"કોઈ"
અંક"સ્વયમભુ"આબાદ નથી હોતો!
હિસાબ ને કિતાબ નો સરવાળો નથી હોતો!!
-અશ્વિન રાઠોડ - સ્વયમભુ