આમ જ સદા સાચવતા રહેજો.
ડગલે ને પગલે વહાલ વરસાવતા રહેજો
.
મન કરે શંકા-કુશંકા તમારા પર તો એનું નિવારણ જરા કરતા રહેજો.
તકલીફ આપે છે ઘણી બધી યાદો. એ યાદો પર મરહમ જરા લગાવતા રહેજો .
વાતો ઘણી એવી કે આંખ થઈ જાય ભીની,
એ ભીની આંખના આંસુ જરા લૂછતાં રહે જો.
સમજણથી સાથે ચાલ્યા છીએ વિશ્વાસ ની કેડી પર,
એ વિશ્વાસનું ના થાય ખૂન એ જરા જોતા રહેજો .
અતૂટ લાગણીઓથી બંધાયા છીએ આપણે બે જણ,
આમ જ સદાય લખલૂટ લાગણી વરસાવતા રહેજો .
-Rekha Detroja