આજ મને પણ પત્ર મળ્યો જેનો વર્ષોથી હું રાહ જોતો હતો,
દિલની ખુશી ક્ષણભરની હશે એવું કોઈ દિ વિચાર્યું ન હતું....
એને આપેલો પત્ર અંતિમ હશે એવું કોને જાણ્યું હતું,
ગાઢ સંબંધનો અચાનક સાથ છૂટી જશે એવું વિચાર્યું ન હતું....
મારા હજારો સવાલોનો જવાબ એમનેમ રહી ગયાં,
મારા પત્રનો જવાબ હવે મળશે નહીં એવું વિચાર્યું ન હતું....
આજે પણ યાદ છે મને પત્રમાંના એક એક શબ્દો,
ફકત યાદોમાં રહી જશે આ પત્ર એવું વિચાર્યું ન હતું....
આજ પણ એનો અંતિમ પત્ર વાંચીને આંખોમાં આંસુ આવે,
પત્રની જેમ એની સાથેની મુલાકાત પણ અંતિમ હશે એવું વિચાર્યું ન હતું....
પહેલો કહો કે અંતિમ પત્ર કહો એ મારા માટે અનમોલ હતો,
મારી જિંદગી એ ઈન્તજારમા વિતી જશે એવું વિચાર્યું ન હતું....
-Bhargav Jagad