ચાલ ને રંગાઈ જઈ એ રંગોમાં,
માણીયે મજા , સંબંધોની સંગોમા,
છેટા રહી ક્યાં સુધી એ વાગોળવું
ભેળા થયે તો રહીયે નવા ઉમંગોમાં
સુનું આંગણ,ગામનું પાદર,નદીકિનારો
ઝળી ઉઠે પાછું ગુલાલની છોળોમા
લાલ લીલું પીરું ભૂરું ગુલાબી
આપણી લાગણી જેવું જ રંગોમાં
"હર્ષ"નો રંગ જરા ઘેરો લગાવીએ
બેરંગ પડેલા જીવચિત્રના અંગોમાં.
#HappyHoli