આયો ફાગ આયી હોરી,
ખુશિયાં સંગ લાયી હોરિ,
નીલા પિલા હરા લાલ,
આઓ રંગદે તુમ્હે ગુલાલ,
ઘુજીયા ઠંડાઈ ભાંગ મલાઈ,
જુઆર ધાની મક્કી ચઢાઈ,
ખુશિયા ઈતની મિલે તુજ ઘર,
હર દિન હો હોરી હર દિન રંગ ભર.
દોસ્તો, હોળી આવી, ધુળેટી સંગ લાવી, રાધા કૃષ્ણની યાદ પણ લાવી. કાનાનો પ્રિય તહેવાર એટલે હોળી. રાધા રાણી સંગ આખા વ્રજને ઘેલો કરતો ત્યોહાર એટલે હોળી. ભક્ત પ્રહલાદ અને હોળીકા ને યાદ કરતો તહેવાર એટલે હોળી.પણ મને તો હોળી એટલે ગમે કે એમાં એક બહેનનો પ્રેમ છે. આપણે હોળી એટલે યાદ કરીએ છીએ કે હોળીકા વરદાન હોવા છતાં પ્રહલાદને મારવાના હેતુથી આગમાં બેઠી ને બળી ગયી, અસત્ય પર સત્યનો વિજય થયો. પણ હું એ હેતુથી યાદ કરું છું કે હોળીકાને એનો અંત ખબર હતી, કે ભગવાન ના પરચાની હું જો પરીક્ષા લઈશ તો મારું મોત નિશ્ચિત જ છે, પણ જો ભાઈનો સાથ નહિ આપું તો ભાઈ સાથે વિદ્રોહ કર્યો કેહવાશે. અંજામ ખબર હોવા છતાં પણ બહેનની ફરજ નિભાવવા માટે હોળીકાએ પોતાનો પ્રેમ પ્રદર્શિત કર્યું છે.
દરેકની સિક્કાની બે બાજુ હોય છે, એટલે પ્રહલાદના ભક્તિ વિજય ની સાથે હોળીકાની ભાઈ પ્રત્યેની નિષ્ઠા પણ જોવી જોઈએ.
Always B+ve