🙏મારી લખેલ રચના થોડા સુધારા સાથે રજુ કરું છું 🙏
કહો ભલે તણખલું પણ ઊડવાની હામ રાખું છું;
તૂફાન ભલે આવે મઝધારે તરવાની હામ રાખું છું;
તું જરા દિલમાં લાગણી સભર પ્રેમ વાવી જોજે,
તોડી નફરતની દિવાલને ઊગવાની હામ રાખું છું;
ટૂટવું એ નથી હોતો અંત કોઈની પણ જિંદગીનો,
નવી શરૂઆત માટે વારંવાર ટૂટવાની હામ રાખું છું;
હોંસલો ઊડાનનો નથી થયો આજ પણ ઓછો,
એક જ છલાંગે "વ્યોમ" ચૂમવાની હામ રાખું છું;
ફાયદો ઊઠાવવો હોય એટલો ઊઠાવો માની મુર્ખ,
સમય આવ્યે "વ્યોમ" ગજાવવાની હામ રાખું છું;
...© વિનોદ.મો.સોલંકી"વ્યોમ"
GETCO (GEB)
મુ. રાપર, હાલ-આદિપુર (કચ્છ)