મારા શબ્દોમાં હોય છે આગ, એને હ્રદયથી નહીં વાંચતાં,
નહીંતર તમારી જ આત્મા રાખ થઈ જશે....
મારી કવિતામાં હોય છે લાગણી , એને ધ્યાનથી નહીં વાંચતાં,
નહીંતર તમને જ મારાથી પ્રેમ થઈ જશે....
મારા ચહેરા પર હોય છે ખામોશી, એને જાણવાની કોશિશ નહીં કરતાં,
નહીંતર જીવતેજીવંત આ જિંદગી મોત લાગશે....
મારા ગુસ્સામાં હોય છે અલગ નશો, એને શાંત નહીં કરતાં,
નહીંતર મારા ક્રોધથી કોઈ નહીં બચાવી શકશે....
મારા સ્વભાવમાં હોય છે નિખાલસતા, એને સરળતાથી નહીં લેતાં,
નહીંતર તમે પણ મારી જેમ હંમેશા હર્ટ થશો...
-Bhargav Jagad