"એક વાત કહું"💙
-@nugami.
કોઈ પુરુષે સ્ત્રીને સમજવી હોય,
તો ,એમને સ્ત્રી સાથે સ્ત્રી હૃદયથી જીવન જીવવું પડે.
કહેવાય છે, છાંયડો હંમેશા માટે નથી રહેતો,
જીવનમાં આવતા દરેક તાપમાં તપતા શીખવું જ પડે.
સ્ત્રી એકલા ઊભા રહેતા ડરે છે,એને એમ લાગે છે કે સમાજ એનો બહિષ્કાર કરશે.
પણ,જે સ્ત્રી એકલી ઉભી રહેતા શીખી જાય છે, સમાજ એનાથી ડરે છે.
કારણકે એ જાણે છે કે,એ સ્ત્રીનો બહિષ્કાર થઈ ચૂક્યો છે.
કોઈ પણ વાતચીત જ્યારે ચરિત્ર પર ઉતરી આવે છે,
ત્યારે માત્ર ચરિત્રોનું હનન થાય છે,
એ વિષય પર મનન નથી થતું.
સ્તબ્ધ થઈ જાય છે એ સ્ત્રીઓ,
જેના હાથની ફૂલેલી રોટલી ખાઇ,અને
પેટ ભરીને ઓડકાર લેતાં,
પુરુષ કહે છે - "રોટલી બનાવ્યા સિવાય તને આવડે જ છે શું?"
તનનાં ભૂગોળથી પર જઈ એક સ્ત્રીના મનની ગાંઠ ખોલીને ક્યારેય વાંચી છે એ સ્ત્રીને?
સ્ત્રીના ભીતર ઉકળતા ઇતિહાસને?
જો નથી વાંચી,
તો શું જાણે છે એ પુરુષ રસોઈ અને શૈયાના ગણિતથી પર એ સ્ત્રી વિશે?
એક એકલી સ્ત્રી પૂરો સંસાર બચાવી શકે છે.તમે માત્ર પ્રેમ ,સન્માન,અને સ્વતંત્રતા આપી એની ભીતર રહેલી સ્ત્રીને બચાવી લો.
પીડા આવવી ફરજિયાત છે,
પણ પીડિત થવું વૈકલ્પિક....એ દરેક સ્ત્રીએ સમજવું રહ્યું.
સ્ત્રી અનુભૂતિનો વિષય છે,સહાનુભૂતિનો નહિ.
-@nugami.