"....એમ માણસ જોઈએ!!"
શબ્દોનો હોબાળો નહિ, મન નિખાલસ જોઈએ;
દરેક સંબંધોમાં વ્યક્તિ પૂરેપૂરું સાલસ જોઈએ!!
ક્યાં સુધી ઠેબા ખાતા રહેવું અંધારામાં અંધ બની;
જાતને જલાવી લેવાનું, જાત જેવું ફાનસ જોઈએ!!
કેટલા ચહેરાઓ છે છેતરામણા મોહરા પહેરેલા;
સાવ સાચુકલું એકાદું તો એમ માણસ જોઈએ!!
એ કેવું કે પોતે જ નિર્ણય લઈ લેવો ખુદાની હેસિયતથી;
મારી જિંદગીમાં એને મારાથી વધારે રસ જોઈએ!!
એકાદ રોકાય તો રોકી જુઓ, આખીયે ક્ષણ જિંદગીની;
હર ક્ષણે જીવનને 'સ્વાહા' કહેવા કેટલું સાહસ જોઈએ!!