Gujarati Quote in Motivational by Deepak Vyas

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🙋 *"કડવું સત્ય" ઉડી ગયેલા બલ્બ* Part-1🙏🏻🙏🏻🙏🏻
તાજેતરમાં નિવૃત્ત થયેલા એક IAS અધિકારી ગાંધીનગર રહેવા આવ્યા, અને શહેરમાં સ્થાયી થયા. આ મોટા નિવૃત્ત
IAS અધિકારી પાર્કમા ફરતાં લોકોને તિરસ્કારથી જોતાં, પણ તે કોઈની સાથે વાત કરતા ન હતા.
એક દિવસ, તેઓ સાંજે એક વૃદ્ધ વ્યક્તિ સાથે ગપસપ કરવા બેઠાં અને પછી સતત તેમની બાજુમાં બેસવા લાગ્યા, પરંતુ તેમની વાતચીતનો વિષય એક જ હતો - કે હું વડોદરામાં એટલો મોટો IAS ઓફિસર હતો કે, પૂછશો જ નહીં, અહીં તો હું મજબૂરીથી આવ્યો છું. મારે તો દિલ્હીમાં સ્થાયી થવું જોઈતું હતું . ત્યાં મજા આવત.
અને તે વડીલ દરરોજ શાંતિથી તેમની વાત સાંભળતા હતા. પણ એક દિવસ પરેશાન થઈ ગયેલા વૃદ્ધે તેને સમજાવ્યું - શું તમે ક્યારેય *ઉડી ગયેલ બલ્બ* જોયો છે?
બલ્બ ઉડી ગયા પછી, શું કોઈ જોવે છે કે બલ્બ કઈ કંપનીનો બનેલો હતો અથવા કેટલા વોટનો હતો અથવા તેમાં કેટલો પ્રકાશ કે ઝગમગાટ હતો? બલ્બ ના ઉડી ગયા પછી ઊપર ની કોઈ વિગત નુ જરાય મહત્વ નથી, લોકો આવા બલ્બને કચરા ટોપલી માં નાંખે છે કે નહીં!
પેલા નિવૃત્ત IAS અધિકારીએ સંમતિમાં માથું ધુણાવ્યું, ત્યારે વડીલે વધુમાં કહ્યું - નિવૃત્તિ પછી આપણા બધાની હાલત પણ ઉડી ગયેલા બલ્બ જેવી થઈ જાય છે.
આપણે ક્યાં કામ કરતા હતા, કેટલા મોટા/નાના હોદ્દા પર હતા, આપણી સ્થિતિ/વટ શું હતો? આ બધાથી કોઈ ફરક પડતો નથી.
હું ઘણા વર્ષોથી આ સોસાયટીમાં રહું છું અને આજ સુધી મેં કોઈને કહ્યું નથી કે, હું બે વખત સંસદ સભ્ય બનેલો છું. શર્માજીની સામે જે બેઠેલા છે તે રેલ્વે મા જનરલ મેનેજર હતા. સામેથી આવતા જોશી સાહેબ લશ્કરમાં બ્રિગેડિયર હતા. પેલા પાઠકજી.... ઈસરોના ચીફ હતા. તેમણે આ વાત કોઈને કહી નથી, મને પણ નહીં, પણ હું જાણું છું કે બધા ઉડી ગયેલા બલ્બ લગભગ એકસરખા જ હોય ​​છે, પછી ભલે તે ઝીરો વોટના હોય કે 50 કે 100 વોટના. પ્રકાશ નહી, તો ઉપયોગિતા પણ નહી.
*દરેક વ્યક્તિ ઉગતા સૂર્યને જળ અર્પણ કરીને પૂજા કરે છે. પરંતુ અસ્ત થતા સૂર્યને કોઈ પૂજતું નથી.*

Gujarati Motivational by Deepak Vyas : 111790113
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now