ક્યારેક બીજાની ખુશી માટે,
તો ક્યારેક પોતાના સારા માટે,
ઘણું બધું જતું કરવું તે જ જીવન,
ક્યારેક મન ભરાઈ જાય,
તો ક્યારેક મન માં ભરાઈ જાય,
તો પણ કહી ના શકાય તે જ જીવન,
ત્યારે સૌ આવી પૂછે શું થયું,
તો પણ કંઈ કહી ના શકાય,
અને હસી ને ટાળી દેવું પડે તે જ જીવન,
તમને પણ ના સમજાય શું થઈ રહ્યું છે,
પણ કાલે સારું થશે,
એ જ આશા એ માની જવું તે જ જીવન,
બધા માટે જીવી,
પોતાની જાતને મનાઈ લેવું તે જ જીવન,
જોવા જાઓ તો ખૂબ લાંબુ,
પણ માનો તો બહુ નાનું તે જ જીવન.
-Krina