"ધબકાર"
મારે જોવો છે!ધબકાર,
મારે જોવો છે!ધબકાર.
સ્નેહ સરવાણી સાથે,હૃદય તણો ધબકાર.
લાગણી તણા પુષ્પો નો,હર્યો ભર્યો ધબકાર.
મારે જોવો છે!ધબકાર.
બંધ રહેલા ઓરડાઓ નો,અંધકાર તણો ધબકાર.
બારી બારણાની તીરાડ માંથી,પ્રવેશતો હુફ કેરો ધબકાર.
મારે જોવો છે!ધબકાર
એક તાતણે જોડાયેલા,બે લોકો વચ્ચે નો ધબકાર,
એક બંધન માં બંધાયેલા,પતી પત્ની નો પ્રેમ ભર્યો ધબકાર.
મારે જોવો છે!ધબકાર.
સ્નેહ સાગર માં પરોવાયેલા,મોતી નો ધબકાર,
પરસ્પર વિશ્વાસથી રચાયેલા,"સ્વયમભુ"ના શબ્દો નો ધબકાર.
મારે જોવો છે!ધબકાર.
મારે જોવો છે!ધબકાર.
-અશ્વિન રાઠોડ - સ્વયમભુ