Gujarati Quote in Whatsapp-Status by Bhanuben Prajapati

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભારતીય નારીના ઘણા સ્વરૂપો છે,

એક "બહેન" ,એક "મા" ,એક "દાદી " એવા સ્વરૂપ ધરાવતી એક લાગણીસભર નારી એવી છે આપણી ભારતીય નારી.

ભારતીય નારીને સહનશીલતાની મૂર્તિ કહેવામાં આવે છે .
ઘર સંસાર ચળવવામાં હોશિયાર, પતિને પગલે ચાલતી કુશળ નારી એટલે આપણી ભારતીય નારી .

આપણી ભારતીય નારી ઘર ચલાવે, નોકરી કરે, સંતાનોને કેળવણી આપતી, અવકાશમાં ઊંચી ઉડાન ભરે અને સ્વમાનભેર જીવતી અને ઘરમાં દરેક ને પ્રોત્સાહન પૂરું પાડતી નારી એટલે આપણી ભારતીય નારી.
આપણી ભારતીય નારીમાં સંસ્કારો તો અમૂલ્ય ખજાનો ભરેલો છે.

આપણી ભારતીય નારી લક્ષ્મી ,સરસ્વતી અને રણચંડી દુર્ગાનો અવતાર છે .
ભારતીય નારી ક્યારે પણ ન હારી.

-Bhanuben Prajapati

Gujarati Whatsapp-Status by Bhanuben Prajapati : 111789807
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now