Gujarati Quote in Poem by Bhargav Jagad

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નામ વગરનો છે એ અનમોલ નાતો, એની વાત જ શું કરવી,
તારા ને મારા સંબંધની વાત છે અવર્ણનીય અને અવિસ્મરણીય.....

ન હતી ઓળખાણ આપણી વચ્ચે પહેલાં છતાં બંધાય ગયું બંધન,
તારી ને મારી દોસ્તીની વાત છે અવર્ણનીય અને ખાસમખાસ......

ગુસ્સો, તકરાર ને નારાજગી હોય પણ વાત કરવાનું બંધ ન થાય,
તારા ને મારા નિસ્વાર્થ સંબંધની વાત છે અવર્ણનીય અને અનમોલ.....

જેની પાસે વણમાગ્યે જ બધાં હક આપણને મળી જતાં જ હોય ,
તારી ને મારી નિખાલસ લાગણીની વાત છે અવર્ણનીય અને અતુટ...

મતભેદો તો બધાં જ સંબંધોમાં આવે પણ એક મીઠાશ કાયમી હોય,
તારા ને મારા સ્નેહના સંબંધની વાત છે અવર્ણનીય અને લાજવાબ....

કહેવા અને લખવા માટે ઓછા પડે છે શબ્દો એવી છે આ મિત્રતા,
તારા ને મારા અમૂલ્ય બંધનની વાત છે અવર્ણનીય અને અમાપ.....

-Bhargav Jagad

Gujarati Poem by Bhargav Jagad : 111789012
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now