હું કેદી છું.
એક મજબૂત સિમેન્ટ ના પિંજરામાં
અનંતકાળ થી કેદ છું.
એક અદ્રશ્ય સાંકળે
મારાં હાથ પગ બાંધી દીધા છે.
મારી બંને પાંખો ને
અદ્રશ્ય તલવારે કાપી નાખી છે.
મારે ઉડવું છે,
બારી માનું આકાશ દેખાઈ છે મને
હું ઉડવાની કોશિશ કરી રહી છું
પણ કોઈ અદ્રશ્ય ઓરડા એ મને કેદ કરી લીધી છે.