આપણે બંન્ને છીએ એકબીજાથી એકદમ વિરૂદ્ધને વિપરીત,
ચુંબકના અસમાન ધ્રુવની જેમ એકબીજા તરફ આકર્ષાયેલા....

નથી મળતાં હતાં આપણા વિચારોને સ્વભાવનો મનમેળ,
ચુંબકીય ક્ષેત્રની જેમ હંમેશા એકબીજાની આજુબાજુ વિસ્તારેલા....

કયારેક થાય છે આ ગાઢ સંબંધોમાં પણ ગહેરી તકરાર,
કયારેક એમાં પણ થાય છે ચુંબકના જેવું અપાકર્ષણ....

સરખા વિચારોવાળા પણ કયારેક તો સાથ નથી નિભાવતા,
ચુંબકના સમાન ધ્રુવોની જેમ જ રહે છે આપણો સંબંધ....

-Bhargav Jagad

Gujarati Poem by Bhargav Jagad : 111787162

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now