મારી માતૃભાષા
ગૌરવવંતી ગુજરાતી 🙏
મને સપના જેમાં આવે છે, એ ભાષા મારી ગુજરાતી,
મારી માં મને બોલાવે છે, એ ભાષા મારી ગુજરાતી!
હું ધ્રુસ્કે ચડીને પછી હસી પડું, એ ભાષા મારી ગુજરાતી,
હું લાખ પ્રયત્નો છતાં ન હારું, એ ભાષા મારી ગુજરાતી!
બીકના માર્યા ઠરી ગયાં, તો લોહીનું તાપણું પ્રગટાવે,
જોમ, જોશ ને આઝાદી, એ ભાષા મારી ગુજરાતી !
સત્ય, અહિંસા અને કર્મ મળે, એ ભાષા મારી ગુજરાતી,
તો દેશ આખાને અજવાળે, એ ભાષા મારી ગુજરાતી!
કોઈ નાગરવેલી કન્યા સરીખી, એ ભાષા મારી ગુજરાતી,
છમછમ કરતી ડગલાં ભરતી, એ ભાષા મારી ગુજરાતી!
હું, તું ને બીજા બધાંમાં, કદી ન વિખરાતી ગુજરાતી,
મને રોજ જીવાડે અંતરથી, એ ભાષા મારી ગુજરાતી!
~માતા છે ગુજરાતની ઘરતી
વતનની એ માટી છે...
એ માટીમાં મૂળ છે મારા
ભાષા મારી ગુજરાતી છે......
મને ગર્વ છે ભાષા મારી ગુજરાતી છે.
*વિશ્વ માતૃભાષા દિવસ* ની સર્વ ગુજરાતી ભાષીઓને શુભેચ્છા.......