એક બે હોત તો કાઢી નાખું
આ તો ગલ્લો છે યાદોનો
કેમ ફોડી નાખું....
તું તો આવે ન પણ આવે
તારી યાદો થોડી
પૂછીને આવે.....
વહેલી પરોઢની
ચા ની ચૂસકી
સાથે....
સંધ્યાની લાલી મહીં આવે
ઘરની અટારીના
ખૂણે થી...
એક બે હોત તો કાઢી નાખું
આ તો ગલ્લો છે યાદોનો
કેમ ફોડી નાખું.
-ક્રિષ્વી