તારા સરનામે એક દિવસ આવવું છે મારે,
તારા સરનામે તને એક દિવસ મળવું છે મારે....
આવ જાવ તો બધાં જ કર્યા કરે અત્યારે તો અહીં,
તારા સરનામે કાયમને માટે રહેવું છે મારે...
બધી જ ચિંતાઓ ત્યજીને તારી પાસે આવ્યો છું હું,
તારા સરનામે બિન્દાસથી ફરવું છે મારે...
બીજાને ખુશ રાખવા માટે મારા આંશુઓ છુપાવ્યા છે,
તારા સરનામે આવીને મોટેથી રડવું છે મારે...
લોકો શું વિચારશે કે શું કહેશે એની હવે ફિકર નથી,
તારા સમનામે તારી સંગ અતુટ બંધનમાં બંધાવુ છે મારે...
છોડી દીધી છે આ મતલબી દુનિયાની બધી મોહમાયા હવે તો,
તારા સરનામાને એક સાચું શરણું બનાવું છે મારે....
-Bhargav Jagad