Gujarati Quote in Motivational by બદનામ રાજા

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

✨અમેરિકાનો રમતવીર કોલ્બી સ્ટિવેન્સન 2016માં એક ગંભીર કાર અકસ્માતનો ભોગ બન્યો. તેની ખોપરીમાં નાના-નાના 30 જેટલા ફ્રેકચર થયા, પાસળીમાં પણ તિરાડ પડી અને કરોડરજ્જુમાં પણ ગંભીર ઇજાઓ થઈ. નિષ્ણાતોએ કહ્યુ કે કોલ્બીનું બચવું મુશ્કેલ છે અને જો બચી જશે તો એ જે રમતનો ખેલાડી છે એ રમત તો ક્યારેય નહીં રમી શકે.

શરૂઆતમાં તો કોલ્બી પણ હતાશ થઈ ગયો હતો અને જિંદગીની બાજી હારી ગયો હોય એવું અનુભવવા લાગ્યો હતો પણ પછી એણે દ્રઢ મનોબળ સાથે સંકલ્પ કર્યો કે લોકો ભલે ગમે તેમ કહે પરંતુ હું હાર નહીં માનું. હું ફિનિક્સ પંખીની જેમ ફરીથી ઉભો થઈશ. હોસ્પિટલમાંથી રજા મળ્યાના 6 મહીનામાં જ એણે ધીમે ધીમે ચાલવાનું અને કસરત કરવાનું ચાલુ કરી દીધું. એને એટલી બધી પીડા થતી કે કોઈપણ માણસ હિંમત હારી જાય પરંતુ પીડા સહન કરીને પણ કોલ્બીએ પ્રેક્ટિસ ચાલુ રાખી.

કોલ્બીએ પોતાને પ્રિય રમત 'ફ્રીસ્ટાઇલ સ્કાઇંગ બિગ એર'માં ઓલમ્પિકમાં ભાગ લેવાનું અને મેડલ મેળવવાનું નક્કી કર્યું. આ ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું હતું કે મેડલની વાત તો એક બાજુ રહી પરંતુ કોલ્બી ઓલમ્પિકમાં ભાગ લેવા ક્વોલિફાઈ પણ નહીં થાય. આ કોઈ સામાન્ય રમત નહોતી. આ રમતમાં વિવિધ સાધનોના ઉપયોગથી બરફના વિકટ રસ્તાઓ પરથી ઉડતા-ઉડતા પસાર થવાનું હોય છે જેમાં જીવનું જોખમ હોય.(યુટ્યુબમાં વીડિયો જો જો)

6 વર્ષની સખત મહેનત બાદ બધાના આશ્વર્ય વચ્ચે કોલ્બી 2022ની બેઇજિંગ ખાતે ચાલી રહેલી શિયાળુ ઓલમ્પિક માટે ક્વોલિફાઈ થયો એટલું જ નહીં બે દિવસ પહેલા 'ફ્રીસ્ટાઇલ સ્કાઇંગ બિગ એર'માં એણે સિલ્વર મેડલ પ્રાપ્ત કરીને બધાને ચોંકાવી દીધા.

જે માણસની જીવવાની પણ શક્યતા નહોતી એ માણસે ઓલમ્પિકમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરીને દુનિયાને બતાવ્યું કે હિંમત, મહેનત અને ધીરજના સમન્વયથી દુનિયાને જે અશક્ય લાગતું હોય એવું...

Gujarati Motivational by બદનામ રાજા : 111785735
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now