Gujarati Quote in Romance by Chaitanya Joshi

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કેવો થયો ફેબ્રુઆરીમાં લગાવ અલબેલડી.
સ્નેહ થકી તું શબ્દોને સજાવ અલબેલડી.

થયું ઉર પ્રસન્નને ભાવઝરણ ફૂટી રહેનારું,
તારાં નયનથી નયનને મિલાવ અલબેલડી.

છે ' વેલેન્ટાઈન ડે ' તું પણ પુષ્પવત ખીલતી,
હવે ગીત પ્રેમ કેરું સંભળાવ અલબેલડી.

ના રહ્યું અંતર પરસ્પર થયાં કેટલાં વિનોદી,
શકેને હશે કંદર્પનો કોઈ પ્રભાવ અલબેલડી.

સૌરભ પ્રસરી રહી રાતરાણી સુગંધિત બની,
મીઠા શબ્દો થકી મુખ મલકાવ અલબેલડી.

મદનરતિ સમાં ભાસતાં ઊભય હૈયાં જોને !
પ્રેમવારિ થકી તું આજે ભીંજાવ અલબેલડી.

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Romance by Chaitanya Joshi : 111785374
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now