હું ઉભો છું ઝરુખે એની આવવાની રાહમાં,
હું તો રાહ જોતો રહી ગયો પણ એ આવી જ નહીં...
હું શોધું છું એ હાથને જે હતો મારા હાથમાં,
હું તો સ્પર્શ શોધતો રહી ગયો પણ એ ફરી મહેસુસ થયો નહીં...
હું વિહરુ છું ઝરુખે એની સંગ વિતાયેલી ક્ષણની યાદમાં,
હું તો સ્મરણ કરતો રહી ગયો પણ એને મારી યાદ આવી જ નહીં...
હું ચાહું છું એ દિલને જે બહું ખાસ હતી મારી જિંદગીમાં,
હું તો તડપતો રહી ગયો પણ એને કંઈ ફરક પડ્યો નહીં....
હું બેઠો છું ઝરુખે એની સાથે પ્રેમભરી વાતો કરવામાં,
હું તો બોલતો રહી ગયો પણ એ જવાબ આપવા રોકાયી નહીં....
હું નમું છું એ પગમાં જે મારી સંગાથ ચાલતા હતાં સફરમાં,
હું તો એકલો રહી ગયો પણ એ સાથ આપવા આવી જ નહીં.....
-Bhargav Jagad