શક્ય છે?
*****
ઝરણાને કહો સીધું જ વહે, એ શકય છે?
વાદળ ને કહો ભલે વરસે ચોમાસે
મને ઉછીનું થોડું જળ દો, એ બને?
મુસાફરી શરૂ કરતા પહેલાં જો થાક લાગે
સડકને કહો મને રોડવે એ શક્ય છે?
જાગી ઉઠું ત્યાં તો દોડવાનું ભાગતાં
સમયને કહો વહે ધીમો એ શક્ય છે?
વાણી વહે જ્યારે પ્રેમ ભરી જીભ પરે
ઢળવું ક્યાંય ઓર ક્યાં શક્ય છે!
ઉતરતા રેલે પરસેવાને લૂંછતાં
સૂરજને કહો ધીમો તપે એ શક્ય છે?
ઘૂમતી ચારે તરફ દુનિયા મારી ફેરે
એકલા અટૂલા રહેવું ક્યાં શક્ય છે!
સુનિલ અંજારીયા