કોણ કુમત્તિ વાળા,કોણ નગુણા,કોણ ઉપકાર ને ભુલી જાય,કોણ કોઇના ઉપકાર ને કાયમ યાદ રાખ્યા કરે અને કોણ મોટા મન ના માનવીઓ છે એનું લીસ્ટ આપવા ની જરુર નથી !તમે બધા મારા કરતા ય વધુ જાણતા જ હશો કેમ કે એ આપણા પરિવાર મા,સગાવ્હાલા મા,જ્ઞાતિ માં,સમાજ મા અને આપણી ચારેબાજુ જથ્થાબંધ જોવા મળે જ છે !
મારી ફરજ એવા લોકો માટે કવિ કાગે સાવ સાદી ભાષા મા જે કહ્યું છે એ તરફ આ બે દુહા કહી ને ફક્ત ઇશારો કરવા ની જ છે !
કમત્તિયા ને લાખું કરો,તોય એક દિ ઉણપ થાય,
પછી ભવ ના ભુલી જાય,કરેલ ગણ ને કાગડા !
ગણ કરેલ ગોખ્યાં કરે,અને અવગણ ભુલી જાય,
કાગા એ કહેવાય,મોટા મન ના માનવી !