જીવન કેરો પરપોટો ક્યારે ફૂટશે, કોણ જાણે?
શ્વાસોનો આ કોઠો ક્યારે ખૂટશે, કોણ જાણે?
માણીલે મોજથી આ જિંદગી દોસ્તારો સંગાથે,
સંગાથનો આ જોટો ક્યારે તૂટશે, કોણ જાણે?
ખીલ્યો છે તો સત્કર્મોની મહેક ફેલાવી દે પછી,
જીવન ગલગોટો ક્યારે મુરઝાશે, કોણ જાણે?
છોડ ભેગું કરવાનું જ્યારે જવું છે ખાલી હાથ,
વાંહે તારાં જ નોટો ક્યારે લુટશે, કોણ જાણે?
એકલાં જ જવાનું છે જ્યારે અંતિમ સફરમાં,
પછી તો તારો ફોટો ક્યારે દેખશે, કોણ જાણે?
એક ધર્મ જ છે આયખાના મોક્ષ માટે "વ્યોમ"
પછી તર્પણનો લોટો ક્યારે મૂકાશે, કોણ જાણે?
...© વિનોદ.મો.સોલંકી"વ્યોમ"
GETCO (GEB)
મુ. આદિપુર (કચ્છ)