મારી આંખોની નમી ફક્ત તું છે,
એટલે તો આ આંખને ફક્ત તું ગમી છે....
મને કિસ્મતથી મળેલી ફકત તું છે,
એટલે તો આ દેહને ફકત તુંજનો સાથ શોધે છે...
મારા જીવનનો અનમોલ કિસ્સો ફકત તું છે,
એટલે તો આ જીવને ફકત તું જુવે છે....
મારા કાળજાનો ધબકતો હિસ્સો ફક્ત તું છે,
એટલે તો આ દિલને ફકત તું એટલી બધી ગમે છે...
મારી જિંદગીનો જીવવાનો આધાર ફકત તું છે,
એટલે તો આ આંખ તો ફકત તુંજ નિહાળવા તરસે છે....
મારા શ્વાસનો અતુટ વિશ્વાસ ફકત તું છે,
એટલે તો આ આત્માને ફક્ત તું સંગ પ્રીત લાગી છે....
-Bhargav Jagad