નવવધુ નો શણગાર
પિયર ની પ્રીત નું પાનેતર પહેરી,
આંખો માં શમણાં નું અંજન આંજી,
શ્વસુર, પિયર પક્ષ નું નામ રોશન કરવા,
નાકે નથણી નાખી.
કણૅપિય વાતો સાંભળવા કાને કુંડળ
પહેરી,
કાન ની બુટે અક્ષમ્ય શબ્દો ની બુટી બાંધી.
કપાળે કંકુ નું કુમકુમ તિલક કરી,
વાળ માં વફાદારી ની વેણી વીંટાળી,
હોઠો પર હાસ્ય નું હેત હરખાવી.
કંઠ માં મધુર શબ્દો ની કંઠી કંડારી.
હૈયે હરખ નો હાર પહેરી,
આંગળી ઓ માં અતિથી ને આવકાર
અંગુઠી અંગીકાર કરી,
પ્રેમ, હુંફ,માયા, લાગણી, ફરજ ની, પાંચે આંગળીઓની પંહોચી પહેરી ,
કાંડે કજૅ ના કંગન કંડારી,
ખભે ખબરદારી નો ખેસ ખોસી,
શરીરે શરમ ના શેળાની સાડી સજી,
સેંથી માં સાજન નું સિંદુર સજી
નવવધુ એ શણગાર સજ્યો.