Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઓષ્ઠે આવેલ શબ્દને પણ ગળી જવો પડે સંબંધ સાચવવા

વેંત ન નમનારાએ હાથ પણ નમી જવું પડે સંબંધ સાચવવા

હરવખ્ત આપણે ધારીએ તેવું ના પણ બની શકતું સંજોગે,

સહનશીલ બની વળી કોઈને ગમી જવું પડે સંબંધ સાચવવા

ગુમાવીને મેળવવાની છે આ માનુષી જિંદગી આપણી ભલા

મેલી વાતો જૂની સાંપ્રતમાં ભળી જવું પડે સંબંધ સાચવવા

આ જિંદગી યાદ રાખવા કરતાં ભૂલવાની છે ઝાઝી બધીને

જ્યાં થવાનું હો સ્વમાનભંગ ટળી જવું પડે સંબંધ સાચવવા

એમ તો સર્પ પણ નમે છે મકસદ એનો હોય ડંખ દેવા તણો

બદલાતી પરિસ્થિતિમાં મૌન કળી જવું પડે સંબંધ સાચવવા



- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 111781063
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now