આઝાદી માટે જે માનવી લડ્યો હતો, તે આજે સ્વતંત્ર થઈને પણ માનસિક ગુલામીમાં જીવે છે. ભારત આઝાદ થઈ ચૂક્યો (એ પણ કેટલીક હદ સુધી, હજી કેટલીય જગ્યાએ લડત ચાલુ છે.), પણ વ્યક્તિગત ભારતીય માનસિક રીતે કેટલીય જગ્યાએથી હજી આઝાદ નથી થયો. ગુલામી જાણે એના લોહીમાં વસી ગઈ હોય એમ તે જાતે નિર્ણય લેવાને સક્ષમ નથી. હજી પણ કોઈક બીજું જોઈએ. (કેટલાંક ગણ્યાગાંઠ્યા લોકોને બાદ કરીને) બીજાના નિર્ણય થકી એ ચાલે છે. કોઈક પોતાની વાત કે નિર્ણય કે પછી એમનો સુઝાવ (જે એમને પોતાને ઠીક લાગે છે, બીજા માટે ઠીક છે કે નહિ, તે નથી ખબર. તેના વિશે વિચારવા માટે એ તૈયાર નથી.) તે બીજા પર થોપે છે, અને તે માણસ તેને સ્વીકાર કરે છે. મતલબ કે તે માણસનું પોતાનું કોઈ અસ્તિત્વ નથી. બીજા લોકો કંઇક કહે અથવા કંઇક કહેશે એ વિચારીને તે પોતે જીવનમાં તેને ગમતું કે સારું લાગતું કશું જ કરતો નથી અને જિંદગીભર મનાસિક ગુલામીમાં રહે છે.
જે માણસ પોતાનું ગમતું અને બધા માટે સારું હોય એવું કરે છે, તે જ જીવનમાં ખુશ રહી શકે છે અને દુનિયામાં પોતાનું નામ થાય એવું કંઇક કરી શકે છે.
પ્રજાસત્તાક દિવસની આપ સૌને શુભકામનાઓ 🙏🙏
#RepublicDay