ક્યારેક આપણી સારપ જગતને પચતી નથી.
તેથી જ દુનિયા સારા માણસો ગણકારતી નથી.
જેવા સાથે તેવા થનારને સલામ ભરે છે લોકો,
હદથી વધુ સારાની સારપને એ સમજતી નથી.
ક્યારેક સારા થવાની પણ કિંમત ચૂકવવી પડે ,
એની સો ટકા વાત સાચી પણ કાને ધરતી નથી.
નથી રહ્યો જમાનો હવે ભલમનસાઈ કરવાનો,
દુનિયા દોરંગી ભલાને ભલો કદીયે કહેતી નથી.
મૂરખ ગણતી આ દુનિયા વધુ લાગણીશીલને,
કદર કરવી દૂર રહી ;મૂરખ કહેતાં ડરતી નથી.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.