જાણું છું હું સરહદનો સૈનિક નથી .
તો શું ? મારા દિલમાં દેશભક્તિ નથી.
દેશની શાન માટે દિલ પર દર્દ સહે છે.
તો શું ? એના પરીવાર ને દેશપ્રેમ નથી.
જેના સંતાનનાં સપના માં મોત રમે છે.
જેની જનની ચેનની નિંદ્રા માં જતી નથી.
તો શું? માં ના હદયમાં દેશભક્તિ નથી.
શુરવીરો માથાનાં બલીદાન આપી દે છે.
બસ એક દિવસ યાદ કરું, શું એ દેશભક્તિ છે?
કહે નર દેશની સેવા તો દરેક ની ફરજ છે.
બસ ફિકર એટલી જાતી મારાથી નથી.
કે બેઠા છુપાઈને દેશના દુશ્મન ઘરના ઘણા છે.
નારાણજી જાડેજા
નર
#Deshbhakti