સન્મુખ એકીટસે સ્વરુપ તારું નીરખ્યા કરું.
તને હરપળ મારી પોતાની બસ માન્યા કરું.
મારે મન નથી તું ઉપમા પણ છે એક અનન્વય,
નયનના દ્વારેથી તારું રૂપસુધા પાન કર્યા કરું.
સરાહવા તને શબ્દવિન્યાસ પણ ના જડનારો,
તારામાં મુજ જાતને સદાયે સ્વયં શોધ્યા કરું.
હરાયેલા મનથી વર્ણન ન થઈ શકતું તુજનુંને,
તારા બરાબર હંમેશાં હું તનેય ગણાવ્યા કરું.
હશે બ્રહ્માએ દીધું સર્જન થોભાવી તારા પછી,
ઉરના દ્વારે અવિરત હાજરી હું અનુભવ્યા કરું.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.