ઘરનાં આંગણે રમે ભાઈ બહેનની જોડી,
આવી ઉત્તરાયણ ને ચડી એ જોડી અગાસીએ...
ખૂબ ચગ્યાં પતંગો એમનાં,
હવે આવ્યો વારો બહેનનો ચગાવવાનો પતંગ,
ના પાડી ભાઈએ એને આપવાને પતંગ,
રિસાઈ ગઈ એ નાની બહેન અને
લઈને આંખમાં આંસું, જતી રહી નીચે,
બેઠી એ તો સોસાયટીના બગીચાના બાંકડે!
દુઃખી હતી એ ભાઈના આ વિશ્વાસઘાતથી,
વિચારતી રહી એ,
'મેં પકડી ભાઈની ફીરકી, ને મને ના પાડે ભાઈ!'
વિચારતી આમ બેઠી હતી એ તો,
ત્યાં જ નજર પડી એની બાંકડા પાછળ,
રમતો હતો એક નાનકડો છોકરો,
લઈને મજાનો મોટો બૉલ,
થયું આકર્ષણ એને એ બૉલનું અને
ભૂલી ગઈ એ પતંગ ચગાવવાનું!
રમવા મંડી એ તો એ બૉલ,
નાનકડા એવા નાનાં મિત્ર સાથે...
શીખવી ગઈ આ નાનકડી છોકરી,
શાને થાઓ દુઃખી કંઈક ગુમાવીને,
મળશે કદાચ સારું એનાથી ય વધુ...
વિશ્વાસ રાખો પ્રભુ પર, છીનવે છે
એ કંઈક તો આપે છે ઘણુંય બદલામાં.
સ્વીકારી લો પરિસ્થિતી તો ન અનુભવાય
ક્યારેય દુઃખ જીવનમાં......
મુશ્કેલ છે, અશક્ય નથી.
- સ્નેહલ જાની