જિંદગીભર તમારા અમે ૠણી રહીશું.
તમને અમારા હંમેશાં ભગવાન કહીશું.
હરિવર એકવાર કહી દો કે " તું મારો "
સવારસાંજ તમારી સહુ આરતી કરીશું.
તમારાથી વિખૂટા પડ્યાનું છે દુઃખ ઘણું,
તમને અમારા સદાને માટે ઈષ્ટ માનીશું.
આરઝૂ અમારી અબ્ધિવાસી આટલી,
તમને અમારા પોતાના જ બસ ગણીશું.
નયનનો નેહ નાથ નૈક્ટ્યને નિહાળતો,
તમારી પાટીમાં એકડો હરિવર ઘૂંટીશું.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર