સર્વસ્વ સાંપડતું સહજ શબ્દોના સંસારમાં.
સાનિધ્ય સર્વેશ્વરનું સમજ શબ્દોના સંસારમાં.
સત્ય સદા સાંપડતું સૌને સુગમને સાનુકૂળ,
સુરુચિ સંતોષાતી સજ્જ શબ્દોના સંસારમાં.
સૂઝે સરલ સાવ સ્ફુરિત સનાતન સદાકાળ,
સરિતા સમો સાંપડે સમાજ શબ્દોના સંસારમાં.
સંગત સુલભ સમાન સરણી સાગમટે સરાહે,
શબ્દ સદાય સ્થાને શિરતાજ શબ્દોના સંસારમાં.
સુમનવત સ્નેહી સૌરભમય સુજન સદાનંદી,
સમાય સુગંધ સજીને સાજ શબ્દોના સંસારમાં.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.