મૌનમાંથી શબ્દો,
શબ્દોમાંથી વાક્ય,
વાક્ય થકી ફકરો, ને
ફકરા થકી વાર્તા, નવલકથા ને અનેક રચનાઓ રચાતી હોય છે.
એ બધી રચનાઓમાં,
એમાં ઊંડાણ કેટલું છે, એ મહત્વનું નથી, લખવું, લખતા રહેવું મહત્વનું છે.
લખવું એટલે વાવવું,
કેટલું ઉગે ?
કેવું ઉગે ?
ક્યારે ઉગે ?
એ બધું સમય પર છોડી દેવું.
આ એક એવો સાથી છે, જે પોતાની છાપ સાચવી,
જે-તે વ્યક્તિના વ્યક્તિત્વને,
તેના મૃત્યુ બાદ પણ યાદોમાં સંભાળીને,
તેની સુગંધ પ્રસરાવતો ને યાદો તાજી કરતો રહે છે.
https://www.matrubharti.com/shaileshjoshi0106gma