જન્મ આપી મને દુનિયા દેખાડી, ખુદની રગરગમાં એમણે મને સમાવી. રંગ, રુપ, સ્વભાવ ને ભાષા, એમની બધીજ વસ્તુ મને આપી. લોકો કહેતા હતા કે જુઓ તો કેવો નસીબદાર છે, એણે અમુલખ દિકરી પામી. પણ હું કહું કે નસીબ મારા જે એ બાપની ઓલાદ કેહવાણી. મુજમાં એમનો જીવ વસે, ને એમનામાં મારા પ્રાણ. ખરોચ જરીક લાગે મુજને તો આખું ઘર માથે ઉપાડે. એ કહેતા મને હમેશ કે દિકરા તું મારો પડછાયો છે, તારા વિના હું અધુરો છું. પણ આ શું થયું, કરમની કઠણાઈ કે નસીબની બલિહારી જેમનો હું હતી પડછાયો એ આત્મા શરીર છોડી ગયો. એક અલમસ્ત અલ્હડ દિકરીને ધીર ગંભીર બનાવી ગયો. એકલતામાં જ્યારે હું આંસુ સારતી બેસું, એક ન દેખાતો સાયો મારા આંસુ લૂંછી ગયો. માથે ફેરવી હાથ મને એ કાનમાં કેતો ગયો, દિકરા ઉદાસ ન થાજે કોઈ દિવસ, તું એકલી નથી, આ તારો બાપ તારો પડછાયો બની આજીવન તારી સાથે રહેશે.
મારા જીવનની પુનમ બની અમાસનો કાળો ઓછાયો,
આથમી ગયો એક તારો, હવે બન્યો મારો પડછાયો.