પ્રતિડગલે છો થતો મારે પ્રવાસ હરિવર તારો.
પ્રતિડગલે વધતો મારે વિશ્વાસ હરિવર તારો.
જીવન જીવી ગયો છું હરિવર તારા ભરોસે,
પ્રતિશ્વાસે હોય મારે અહેસાસ હરિવર તારો.
જળ સ્થળ કે પછી ઉન્નત અવકાશમાં પ્રભુ,
પ્રતિનજરે હોય મારે બસ વાસ હરિવર તારો.
વાંચું, સાંભળું કે વિચારું મનલગાડીને કદીએ,
પ્રતિઆચારે હોય મારે અભ્યાસ હરિવર તારો.
વહે વાયુ ભૂમિ પર શીતળ, મંદ કે સુગંધી બની,
પ્રતિલહેરે અનુભવ મારે શ્વાસોશ્વાસ હરિવર તારો.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.