કરીને કવિતા કોઈનાં હૃદય સુધી પહોંચવા દે.
આમ તો ક્યાં મળીએ? શબ્દોથી ઓળખવા દે.
એક જ મનુના સંતાનોને શારદાના સાધક સૌ,
મિટાવી દે દૂરી એકમેકની નજીક હવે આવવા દે.
દૂરસુદૂર રહ્યા તોયે આભાસ નજીકનો થનારો,
મનથી મળી લઈએ, હસ્તધૂનનને હવે ભૂલવા દે.
વહે પૂર લાગણીનાં પ્રત્યેકના શબ્દના સહારે,
મૂક વાત ' જોઈ લેવાની ' પરસ્પર હવે સમજવા દે.
ખૂબ વધ્યા આગળ દુન્વયી કર્મોની દિશામાં સૌ,
એ પણ છે જરુરી ડગ સહજતામાં હવે માંડવા દે.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.