સ્ટેથોસ્કોપ.-થોડું જાણવા જેવું.
મિત્રો, આપણે સૌ એ ડૉ. ની પાસે સ્ટેથોસ્કોપ અચૂક જ્યોયું જ હશે, તે શું છે અને તેનો શો ઉપયોગ છે તે વિષે આવો જરા જાણીએ.
સ્ટેથોસ્કોપ છાતીમાં થતો વિવિધ હિલચાલથી ઉત્પન્ન થતો ધ્વની વધારે મોટો અને સ્પ્ષ્ટ સાંભળવા માટે વપરાતું નિદાન સાધન છે. પડઘા દ્વારા ધ્વની મોટો થાય છે. તેમાં ધ્વની વિવિધ સ્પવરૂપે સંભળાય છે. દાક્તર ચોક્કસ સ્થાને અને ચોક્કસ ક્રમમાં છેડો મુકીને સાંભળવા પ્રયાસ કરે છે. ફેફસાંમાં પાણીનો,કફનો,પરુનો, લોહીનો ભરાવો, શ્વસન ગતીની મંદતા,પડઘા,ખરરતા, સુસવાટા આદિ ધ્વનીથી ફેફસાં સ્વસ્થ છે કે તેમાં કફ, શ્વાસ, પ્લુરસી, ન્યુમોનિયા જેવા રોગો છે, તેનું અનુમાન કરી શકાય છે. હૃદયના ધબકારા પણ મોટા સ્પષ્ટ સંભળાય છે. તેમાં હૃદયના ઉપરના અને નીચેના પડદા ખૂલવા-બંધ થવાના ધ્વનિ ભિન્ન હોય છે. તે ઉપરથી હૃદયના ધબકારાની નિયમિતતા કે અનિયમિતતાની ખબર પડે છે. હૃદયરોગના પ્રકાર વિશે અનુમાન થઈ શકે છે.શ્વસન,લોહીના અભિસરણની સ્થિતિ વગેરે વિશે ઉપયોગી માહિતી મળે છે. ("અખંડ આનંદ"માંથી સાભાર)